SA435
| ૧ | નમન કરે છે મોટા માગીઓ રે લોલ, બીજા નમે છે મેષપાળ જો ! |
| ૨ | વીણા વાગે છે અજબ ધૂનમાં રે લોલ, પૃથ્વી પર શાંતિ રેલાય જો ! |
| ૩ | નગર દીસે છે મોટા હર્ષથી રે લોલ, ગાજે ગગનમાં અવાજ જો ! |
| ૪ | પ્રકાશ પ્રગટે અણચિંતવ્યો રે લોલ, ભયભિત બને ભરવાડ જો ! |
| ૫ | કાળનાં તિમર સૌ ટાળશે રે લોલ, - પાડશે તે દિવ્ય પ્રકાશ જો ! |
| ૬ | શણગાર સજો સૌ ખ્રિસ્તનો રે લોલ, થશે આત્માનો ઊદ્વાર જો ! |