SA432
| ૧ | ગગન મધ્યે દૂતો ગાય, કે', સુસમાચારો (૨) આખા જગનું તારણ થાય,આવ્યો છે તારનારો (૨) |
| ૨ | માગી લોકે પૂર્વમાં, જોયો તેનો તારો (૨) ભકિત કરવા આવ્યા ત્યાં, તેમ હરખાય હજારો (૨) |
| ૩ | આખા જગમાં શાંતિ થાય, એ સંદેશો લાવ્યો,(૨) મને આનંદ કેમ ન થાય ? તેણે છે બચાવ્યો (૨) |
| ૪ | જય જય ઇસુ ત્રાતાને જય જય તેના નામને (૨) તારવા આવ્યો આપણને, ધન છે તેના કામને (૨) |