SA291
| ૧ | વહેલા વહેલા વહેલા પ્રભુજી, મારે મંદિરે આવજો રે. |
| ૨ | મનડાં કેરાં મંદિર બનાવું, રૂદિયામાં રહેજા રે. |
| ૩ | તન, મન, ધન, પ્રભુજી, સૌ સોંપું છું તમને રે. |
| ૪ | પવિત્ર આત્માથી ભરપૂર કરો, આશીર્વાદ આપો રે. |
| ૫ | શેતાન શત્રૂ જોર કરે છે, નરકમાં લઇ જવા રે. |
| ૬ | સતની તલવાર મુજને આપો, શેતાન સાથે લડવા રે. |
| ૭ | લડતાં લડતાં મરણ પામીને, સ્વર્ગી મુગટ લઇશું રે. |