SA184
| ૧ | તું મને પૂર્ણ શુદ્ધ કર, આ કામ તો છે બહુ કઠણ, પણ હાલ આ દાન વિશ્વાસ વડે, હું પામવા કરીશ જતન. |
| ૨ | જો દેવને સૌ કંઇ શકય છે, તો ખ્રિસ્ત છે પરાક્રમ તેનો, ઇસુ મારામાં વસે છે, ને હું છું અવયવ તેનો. |
| ૩ | જે સૌ કરતા અશકય હોય, તે તુજ વચનથી થશે, તું મારા મનને પૂરું ધો, તો પાપ મૂળથી જશે. |
| ૪ | મેં તને સઘળું સોંપ્યું છે, તું મને શુદ્ધ કરે છે, આ મોટું દાન તેં આપ્યું છે, મન પ્રીતિથી ભરે છે. |