SA381

From Bhajan Sangrah
Revision as of 22:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA381)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેકઃ લાગે છે પ્યારો, પ્રભુજી લાગે છે પ્યારો.
જીવનવાટ વિકટ વસમીનું તિમિર હરનારો.
ત્રિવિઘ તનના તાપ મટાડી, અમુત પાનારો.
ઘાયલ દિલને સ્પર્શ કરીને, ઘાઓ રૂઝવનારો.
પાપી જનની આશા તેમાં, તારણ કરનારો.
આત્મિક શત્રુની બીક ટાળી, જંગે લડનારો.
મઘથી મીઠું નામ ઇસુનું, તાજગી દેનારો.
ચાલુ મરણની ખીણમાં જ્યારે, હાથજ ઘરનારો,