254

From Bhajan Sangrah
Revision as of 07:39, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૨૫૪ - પાપરૂપી કાંટા == {| |+૨૫૪ - પાપરૂપી કાંટા |- | |કર્તા: થોમાભાઈ પાથાભા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૫૪ - પાપરૂપી કાંટા

૨૫૪ - પાપરૂપી કાંટા
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
ટેક: પાપતણા જે કાંટા મનમાં, કાઢે ઈસુ નાથ;
સુખ શાંતિનાં વચનો વાવે, શુભ ફળ આવે હાથ.
પાપ પ્રવેશ થવાની માનવ દુ:ખમાં છે ડૂબેલ;
પાપ તણાં બી કડવાં મનમાં સહુમાં છે ઊગેલ. પાપ.
સઘળાં માનવ જે જગમાં છે, પાપ થકી ભરપૂર;
ઈસુ વિના પાપને કાઢે ક્યાં છે એવો શૂર ? પાપ.
પાપી જગમાં ઈસુ આવ્યો કરવાને ઉદ્ધાર;
બહુ બહુ દુ:ખો વેઠયાં તેણે જીવ્યો જગ મોઝાર. પાપ.
કંટક મુગટ માથે લીધો, સોટાનો બહુ માર;
પાપીનો બદલો થઈ તેને કીધો છે ઉદ્ધાર. પાપ.
થંભે તેને જકડી દીધો ચોરોની સંઘાત;
કચડાયો, વીંધાયો ત્રાતા, કેવો પેમી નાથ ! પાપ.
બાળક, વૃદ્ધ, જુવાન બધાંનો ઈસુથી ઉદ્ધાર;
પાપ તણો પસ્તાવો કરતાં આવો, નર ને નાર. પાપ.
સ્વર્ગી લોકો જેવા થઈશું વૃખ મેંદા, દેવદાર;
મહિમામાં આનંદ કરીને બોલીશું જયકાર. પાપ.