|
હરિગીત
|
|
કર્તા: એમ. વી. મેકવાન.
|
|
૧
|
હે સૈન્યના પ્રભુ દેવ ! આ મંદિર તારું ખાસ છે,
|
|
રળીાામણા આ મંડપે, તારો પવિત્ર નિવાસ છે.
|
|
પ્રભુ ! દે સુખદ મિલાપ આજે એ અમારી આશ છે,
|
|
તુજ આંગણાંની સર્વદા, અમ અંતરે અભિલાષ છે.
|
|
૨
|
આરાધના ને પ્રાર્થના, તારી અહીં થાયે ઘણી !
|
|
તુજ પ્રેમચક્ષુ ને શ્રવણ, ખુલ્લાં રહે મંદિર ભણી !
|
|
સુણ પ્રાર્થ ને દેજે ક્ષમા, અમ સર્વ અપરાધો તણી,
|
|
તુજ દિવ્ય શુદ્ધાત્મા તણી, કર વૃષ્ટિ અમ પર, હે ધણી !
|
|
૩
|
સહુ સેવકો મંદિર માંહે, સેવ શુભ રીતે કરે,
|
|
સિયોનના શુદ્ધ માર્ગ જે, નિજ ધ્યાનમાં તેઓ ધરે,
|
|
સૌન્દર્ય તુજ અવલોકવા, આવે જનો આ મંદિરે !
|
|
નિરાશ, ઘાયલ ને શ્રમિત, આરામ પામે અંતરે !
|
|
૪
|
મંદિર-પ્રતિષ્ઠા માંહી દે, તારી મીઠી સન્નિધતા !
|
|
વ્યાપી રહે તુજ સૌરવી, એમાં સદાય સમક્ષતા !
|
|
મંદિરરૂપી ભેટ આ, સ્વીકાર હૈ ઈશ્વરપિતા !
|
|
તારી પવિત્ર સેવ માટે, આજ તેને સ્થાપતાં !
|