|
૮ સ્વરો
|
|
"He leadeth me"
|
|
Tune: S. S. 95. C. F. 288 L. M.
|
|
કર્તા: જે. એચ. ગિલ્મોર,
|
|
૧૮૩૫-૧૯૧૮
|
|
અનુ. : એચ. વી. એન્ડુસ
|
|
૧
|
તે દોરે છે શો શુભ વિચાર ! સ્વર્ગી દિલાસો તે દેનાર;
|
|
જે માર્ગે જાઉં, જે કામ કરું તેમાં દોરે છે મુજ પ્રબુ.
|
|
ટેક:
|
તે દોરે છે, તે દોરે છે, પોતાના બળવંત હાથ વડે;
|
|
વિશ્વાસુ સેવક હું થાઉં, ને દોરે તેમ પાછળ તેમ પાછળ જાઉં.
|
|
૨
|
મુજ અબળ હાથ તેના હાથ માંય, ને હું કરું નહિ કચકચ કાંય;
|
|
જે સ્થળ કે સ્થિતિમાં રહું તેમાં દોરે છે મુજ પ્રભુ.
|
|
૩
|
ઘોર સંધકાર દેખાય મને, કે તેજસ્વી પ્રકાશ પડે;
|
|
શાંતિ કે તોફાનમાં પડું તેમાં દોરે છે મુજ પ્રભુ.
|
|
૪
|
જિંદગીની સેવા થઈ પૂરી, સંપૂર્ણ જીત તુજ કૃપાથી;
|
|
મરણની બીક ન જાણું હું, તેમાં દોરે છે મુજ પ્રભુ.
|