359
૩૫૯ - આશિષની વૃષ્ટિ
૧ " | આશિષની વૃષ્ટિ થશે," વચન પ્રભુનું છે ખાસ; |
આનંદી વેળા આવશે, ત્રાતાથી અમો પાસ. | |
ટેક: | વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર: |
છાંટાથી તૃપ્તિ નહિ થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર. | |
૨ " | આશિષની વૃષ્ટિ થશે," થવા સજીવન કાજ; |
સહુ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ. | |
૩ " | આશિષની વૃષ્ટિ થશે," આવે અમારા પર; |
જેથી સુકાયણું જશે, વચન આ પૂરું કર. | |
૪ | આશિષની વૃષ્ટિ આવે, અમારા પર અતુલ, |
જ્યારે તને નમી ભાવે કરીએ પાપો કબૂલ. |