૧
|
ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ.
|
|
નામ વંદિયે તું તણું અમે, કૃપા સદાય, દેવ, આ સમે.
|
|
૨
|
પાપ માનિયે, ખ્રિસ્ત, સહુ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
|
|
માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે
|
|
૩
|
પ્રાર્થના કરી દીન થૈ અમેમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
|
|
શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે
|
|
૪
|
પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરો બધાંય ભૂંસજો તમે;
|
|
પાપ બહુ કર્યાં ભૂલમાં અમે, થયાં જ દંડ જોગ માનવી અમે.
|
|
૫
|
ખ્રિસ્ત રાય રે, તું થકી બચ્ચાં, કૃપા થકી અપાર જીવતાં રહ્યાં;
|
|
ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો.
|