|
હરિગીત
|
|
"Lo! He comes with clouds descending"
|
|
૧૭૦૭-૮૮
|
અનુ. :
|
એમ. વી મેકવાન
|
૧
|
આવે, જુઓ! પ્રભુ ખ્રિસ્ત પાચો, વ્યોમથી મેઘાસને !
|
|
રે, ન્યાય દેવા વિશ્વને, બેસે વિભુ ન્યાયાસને!
|
|
સંતો તણાં સહુ સૌન્ય સેવા માંહિ હાજર થાય છે !
|
|
'હાલેલૂયા ! લાલેલૂયા !' સ્વર ધન્ય ! એ જ સુણાય છે.
|
૨
|
રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી ખ્રિસ્તને !
|
|
જેણે નહિ માન્યો પ્રભુ, વેચી દીધો અભિષિકતને,
|
|
જેણે વીંદ્યો, થંભે જડયો, ક્રૂરતા થકી જ મસીહને,
|
|
કરતાં મહા વિલાપ તેઓ ભાળશે નિજ નાથને.
|
૩
|
ઉદ્વારની આશા મહા, શુદ્ધતા મહીં દેખાય છે,
|
|
સંતો પ્રભુના સર્વ દુષ્ટોથી નિરાળા થાય છે,
|
|
રે, હર્ષથી મળવા પ્રભુને, વ્યોમ ધામે ધાય છે !
|
|
હાલેલૂયા ! જુઓ ! પ્રભુનો દિન આ દેખાય છે !
|
૪
|
આમેન ! હા, સહુ લોક, ખ્રિસ્તના સિંહાસને !
|
|
દો માન તેને જે વિરાજે છે સદા રાજ્યાસને !
|
|
ત્રાતા, અમોને દે સનાતન ભાગ તારા રાજમાં,
|
|
હાલેલૂયા ! મારા પ્રભુ, ઝટ આવ સ્વર્ગી સાજમાં.
|