|
દાલરી છંદ
|
|
"When I survey the wondrous cross"
|
કર્તા :
|
આઈઝેક વાઁટ્સ,
|
|
૧૬૭૪ - ૧૭૪૮
|
અનુ. :
|
એમ. વી. મેકવાન
|
૧
|
આ સ્તંભ જે વાર હું ધ્યાન માંહે ધરું છું !
|
|
જ્યાં ગૌરવી રાજવી, જે મર્યો એ સ્મરું છું !
|
|
ત્યારે મહા શ્રેષ્ઠ જે લાભ મારા જણાયો !
|
|
રે ! તુચ્છ એ સૌ ગણું છું; ભલે ખોટ જાયે !
|
૨
|
ના થાય એવું, પ્રભુ ! ખ્રિસ્તના મૃત્યુ વિના !
|
|
હું ગર્વ ધારું; કશી હોય જે અન્ય બિના !
|
|
જે સર્વ વાનાં તણો, છે મને મોહ ભારે !
|
|
વૃથા ગણી હે પ્રભુ ! અર્પું આ રક્તધારે !
|
૩
|
રે ! ખ્રિસ્તના હસ્ત, પાયે, વળી મસ્તકેથી !
|
|
જો ! શોક ને પ્રેમમિશ્રિત શી ધાર વે'તી !
|
|
એવો પ્રીતિશોકનો રે ! કદી મેળ દીઠો ?
|
|
કે કંટકોનો અમૂલો બન્યો તાજ દીઠો ?
|
૪
|
સામ્રાજ્ય આ વિશ્વનું જો કદી હોત મારું !
|
|
રે ! તોય એ અલ્પ છે ભેટ, આ પ્રેમ સારુ !
|
|
એવો અજાયબ ને દિવ્ય આ પ્રેમ લાગે !
|
|
જે પ્રાણ મારો અને આત્મ, સર્વસ્વ માગે !
|