117
Jump to navigation
Jump to search
૧૧૭ - વધસ્તંભના ધ્યાનમાં !
દાલરી છંદ | |
"When I survey the wondrous cross" | |
કર્તા : | આઈઝેક વાઁટ્સ, |
૧૬૭૪ - ૧૭૪૮ | |
અનુ. : | એમ. વી. મેકવાન |
૧ | આ સ્તંભ જે વાર હું ધ્યાન માંહે ધરું છું ! |
જ્યાં ગૌરવી રાજવી, જે મર્યો એ સ્મરું છું ! | |
ત્યારે મહા શ્રેષ્ઠ જે લાભ મારા જણાયે ! | |
રે ! તુચ્છ એ સૌ ગણું છું; ભલે ખોટ જાયે ! | |
૨ | ના થાય એવું, પ્રભુ ! ખ્રિસ્તના મૃત્યુ વિના ! |
હું ગર્વ ધારું; કશી હોય જે અન્ય બિના ! | |
જે સર્વ વાનાં તણો, છે મને મોહ ભારે ! | |
વૃથા ગણી હે પ્રભુ ! અર્પું આ રક્તધારે ! | |
૩ | રે ! ખ્રિસ્તના હસ્ત, પાયે, વળી મસ્તકેથી ! |
જો ! શોક ને પ્રેમમિશ્રિત શી ધાર વે'તી ! | |
એવો પ્રીતિશોકનો રે ! કદી મેળ દીઠો ? | |
કે કંટકોનો અમૂલો બન્યો તાજ દીઠો ? | |
૪ | સામ્રાજ્ય આ વિશ્વનું જો કદી હોત મારું ! |
રે ! તોય એ અલ્પ છે ભેટ, આ પ્રેમ સારુ ! | |
એવો અજાયબ ને દિવ્ય આ પ્રેમ લાગે ! | |
જે પ્રાણ મારો અને આત્મ, સર્વસ્વ માગે ! |
Phonetic English
Daalari Chand | |
"When I survey the wondrous cross" | |
Kartaa : | Issac Watts, |
1674-1748 | |
Anu. : | M. V. Mekavaan |
1 | Aa stambh je vaar hu dhyaan maahe dharu chu ! |
Jyaa gauravi raajavi, je maryo ae smaru chu ! | |
Tyaare mahaa shreshth je laabh maaraa janaaye ! | |
Re ! Tuchchh ae sau ganu chu; bhale khot jaaye ! | |
2 | Naa thaay aevu, prabhu ! Khristnaa mrutyu vinaa ! |
Hu garv dhaaru; kashi hoy je anya binaa ! | |
Je sarv vaanaa tano, che mane moh bhaare ! | |
Vruthaa gani he prabhu ! Arpu aa raktadhaare ! | |
3 | Re ! Khristnaa hast, paaye, vali mastakethi ! |
Jo ! Shok ne premamishrit shi dhaar ve'ti ! | |
Aevo pritishokno re ! Kadi mel ditho ? | |
Ke kantakono amulo banyo taaj ditho ? | |
4 | Saamraajy aa vishvanu jo kadi hot maaru ! |
Re ! Toay ae alp che bhet, aa prem saaru ! | |
Aevo ajaayab ne divy aa prem laage ! | |
Je praan maaro ane aatm, sarvasva maage ! |
Image
Media - Hymn Tune : Rockingham
Media - Hymn Tune : Hamburg
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod ( Like 152 No.Song ) - Sung By Mr.Samuel Macwan