|
ઠૂમરી ઢાળ
|
કર્તા :
|
એન. જે. જયેશ.
|
ટેક :
|
આલમે આજ ઊગ્યો, સોનેરી સૂરજ
|
|
સોમ સૂરજ જગનો સૃજનારો આ ભુવને પ્રગટયો.
|
૧
|
દૂત અહોનિશ લાખ હજારે, ગૌરવ, સ્તુતિ, માન વધારે,
|
|
પરમેશ એ જનમ્યો. સોનેરી...
|
૨ ના જનમ્યો એ રાજન દ્વારે, શ્રીમંત કેરા કો ઘરબારે,
|
|
ગભાણ એ ઊતર્યો ! સોનેરી...
|
૩ પીડિતના તો સહુ પરિતાપો, સર્વ મટાડયાં પાપીનાં પાપો,
|
|
સેવાર્થ એ જનમ્યો. સોનેરી...
|
૪
|
પ્રેમતણા તો એ અવતાર, નામ પ્રમાણે તારણહારે,
|
|
પ્રાણનો ભોગ ધર્યો. સોનેરી...
|
૫
|
ધન્ય, પ્રભુજી, તારણહારા, દુ:ખ હર્યાં તેં, પાપના ભારા,
|
|
ચરણે હું તુજ ઢળ્યો. સોનેરી...
|
૬
|
આનંદો આજે વિવિધ વાતે, ગાઓ સહુએ દૂત સંગાથે,
|
|
દેવકુંવર જનમ્યો. સોનેરી...
|