80
Jump to navigation
Jump to search
૮૦ - સોનેરી સૂરજ
ઠૂમરી ઢાળ | |
કર્તા : | એન. જે. જયેશ. |
ટેક : | આલમે આજ ઊગ્યો, સોનેરી સૂરજ |
સોમ સૂરજ જગનો સૃજનારો આ ભુવને પ્રગટયો. | |
૧ | દૂત અહોનિશ લાખ હજારે, ગૌરવ, સ્તુતિ, માન વધારે, |
પરમેશ એ જનમ્યો. સોનેરી... | |
૨ | ના જનમ્યો એ રાજન દ્વારે, શ્રીમંત કેરા કો ઘરબારે, |
ગભાણ એ ઊતર્યો ! સોનેરી... | |
૩ | પીડિતના તો સહુ પરિતાપો, સર્વ મટાડયાં પાપીનાં પાપો, |
સેવાર્થ એ જનમ્યો. સોનેરી... | |
૪ | પ્રેમતણા તો એ અવતારે, નામ પ્રમાણે તારણહારે, |
પ્રાણનો ભોગ ધર્યો. સોનેરી... | |
૫ | ધન્ય, પ્રભુજી, તારણહારા, દુ:ખ હર્યાં તેં, પાપના ભારા, |
ચરણે હું તુજ ઢળ્યો. સોનેરી... | |
૬ | આનંદો આજે વિવિધ વાતે, ગાઓ સહુએ દૂત સંગાથે, |
દેવકુંવર જનમ્યો. સોનેરી... |
Phonetic English
Thumari Dhaad | |
Kartaa : | N. J. Jayesh. |
Tek : | Aalame aaj ugyo, soneri suraj |
Som suraj jagano srujanaaro aa bhuvane pragatayo. | |
1 | Doot ahonish laakh hajaare, gaurav, stuti, maan vadhaare, |
Paramesh ae janamyo. Soneri... | |
2 | Naa janamyo ae raajan dwaare, shrimant keraa ko gharabaare, |
Gabhaan ae utaryo ! Soneri... | |
3 | Piditanaa to sahu paritaapo, sarv mataadayaa paapinaa paapo, |
Sevaartha ae janamyo. Soneri... | |
4 | Prematanaa to ae avataare, naam pramaane taaranhaare, |
Praanano bhog dharyo. Soneri... | |
5 | Dhanya, prabhuji, taaranhaaraa, dukh haryaa te, paapanaa bhaaraa, |
Charane hu tuj dhalyo. Soneri... | |
6 | Aanando aaje vividh vaate, gaao sahuae doot sangaathe, |
Devkunvar janamyo. Soneri... |
Image
Media - Traditional Tune - By Hebron School Choir
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Khamaj
Media - Composition & Sung By C.Vanveer
Chords
G Em C G ટેક: આલમે આજ ઊગ્યો, સોનેરી સૂરજ, આલમે આજ ઊગ્યો, G Em C G સોમ સૂરજ જગનો સૃજનારો આ ભુવને પ્રગટયો. G D G D ૧. દૂત અહોનિશ લાખ હજારે, ગૌરવ, સ્તુતિ, માન વધારે, G Em C G પરમેશ એ જનમ્યો. સોનેરી સૂરજ, આલમે આજ ઊગ્યો,