SA484

From Bhajan Sangrah
Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA484)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્વનકાર વાર્ષિક આવ્યો રે,શુભ સંદેશો સાથે લાવ્યો રે,

આપણ સર્વને તે મન ભાવ્યો,સ્વનકાર આપણો આજ આવ્યો રે.

ભર્યાં પૂરાં દશાંશો લાવો રે, પારખું દેવનું લઇ જુઓ રે,

આશિષ ભરપૂર દેવથી પામો,સ્વનકાર આપણો આજ આવ્યો રે.

સૂણો વચન તેનું તે કહે છે રે,પહેલો છેલ્લો વરસાદ દેશે રે,

સુંદર પાકથી ખેતરો ભરશે,સ્વનકાર આપણો આજ આવ્યો રે.

આકાશ બારીઓ ખોલી દેશે રે,ભંડાર ભરપૂર તમારા કરશે રે,

આજ્ઞા કાને જે તેની ધરશે,સ્વનકાર આપણો આજ આવ્યો રે.

જેઓ દેવનું નહિ ગણકારે રે,ભલાઇ તેની નવ ધ્યાને લાવે રે,

તેઓ દેવ આશિષ ન પામે, સ્વનકાર આપણો આજ આવ્યો રે.

મુકિત ફોજની સેવા કાજે રે,દેવના રાજ્યની વૃદ્ધિ માટે રે,

દાનો લાવો સિપાઇઓ આજે,સ્વનકાર આપણો આજ આવ્યો રે.