SA484
Jump to navigation
Jump to search
૧ | સ્વનકાર વાર્ષિક આવ્યો રે,શુભ સંદેશો સાથે લાવ્યો રે, આપણ સર્વને તે મન ભાવ્યો,સ્વનકાર આપણો આજ આવ્યો રે. |
૨ | ભર્યાં પૂરાં દશાંશો લાવો રે, પારખું દેવનું લઇ જુઓ રે, આશિષ ભરપૂર દેવથી પામો,સ્વનકાર આપણો આજ આવ્યો રે. |
૩ | સૂણો વચન તેનું તે કહે છે રે,પહેલો છેલ્લો વરસાદ દેશે રે, સુંદર પાકથી ખેતરો ભરશે,સ્વનકાર આપણો આજ આવ્યો રે. |
૪ | આકાશ બારીઓ ખોલી દેશે રે,ભંડાર ભરપૂર તમારા કરશે રે, આજ્ઞા કાને જે તેની ધરશે,સ્વનકાર આપણો આજ આવ્યો રે. |
૫ | જેઓ દેવનું નહિ ગણકારે રે,ભલાઇ તેની નવ ધ્યાને લાવે રે, તેઓ દેવ આશિષ ન પામે, સ્વનકાર આપણો આજ આવ્યો રે. |
૬ | મુકિત ફોજની સેવા કાજે રે,દેવના રાજ્યની વૃદ્ધિ માટે રે, દાનો લાવો સિપાઇઓ આજે,સ્વનકાર આપણો આજ આવ્યો રે. |