SA473
નવલાં ઊગ્યાં તે મારે આજનાં પ્રભાતિયાં, ઉષા મધુર ખીલી આજ રે, | |
૧ | કિરણે કિરણે આજ નવલાં અજવાળિયાં, અંતરમાં આવ્યો ઉલ્લાસ રે. - અલબેલાં |
૨ | આનંદ આનંદ આજે ભૂમિ પર ગાજે, ઊઠયો મસિહા મારો આજ રે. - અલબેલાં |
૩ | દૈવી સૂત દુનિયામાં માનવ થઈ ઉઠયો, સ્વર્ગ દ્વાર આજ ખોલાય રે. - અલબેલાં |
૪ | પાપ મૃત્યુ માંથી સજીવ ઊઠીને, કરીએ નવ જીવન મંડાણ રે. -અલબેલાં |
૫ | પ્રભુમાં ચાલી "પ્રેમ" વહાવી, સ્વર્ગી દેશે સહુ જાય રે.- અલબેલાં |