SA473

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
નવલાં ઊગ્યાં તે મારે આજનાં પ્રભાતિયાં,

ઉષા મધુર ખીલી આજ રે,
અલબેલાં નવલાં પ્રભાતિયાં,

કિરણે કિરણે આજ નવલાં અજવાળિયાં,

અંતરમાં આવ્યો ઉલ્લાસ રે. - અલબેલાં

આનંદ આનંદ આજે ભૂમિ પર ગાજે,

ઊઠયો મસિહા મારો આજ રે. - અલબેલાં

દૈવી સૂત દુનિયામાં માનવ થઈ ઉઠયો,

સ્વર્ગ દ્વાર આજ ખોલાય રે. - અલબેલાં

પાપ મૃત્યુ માંથી સજીવ ઊઠીને,

કરીએ નવ જીવન મંડાણ રે. -અલબેલાં

પ્રભુમાં ચાલી "પ્રેમ" વહાવી,

સ્વર્ગી દેશે સહુ જાય રે.- અલબેલાં