SA465

From Bhajan Sangrah
Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA465)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રભુ તેં દુઃખ સહ્યાં શાં શાં કથું હું તેમને કયાં કયાં,

જણાવું ધૈર્ય તુજકયાં કયાં, ગણાવું તુજ વિપત્ત કયાં કયાં!-પ્રભુ.

જખમ પગ હાથના તારા બતાવું તહે કયાં,પ્યારા,

“યહુદીનો જુઓ રાજા”, લખાવુ લેખ એ કયાં કયાં!-પ્રભુ.

સખત શિર તાજ કાંટાનો બતાવું ક્યાં હું ત્રાતાનો,

મધુર સુખ પર તમાચાનાં ,પડયાં ચાઠાં બતાવું કયાં! –પ્રભુ.

વધો મુખ વેણ તું જે જે જણાવું ક્યાં જઈ તે તે,

લીધા શિર પાપ પાપીનાં,ગવાડું ગીતમા કયા કયાં!-પ્રભુ,

કઠિન ઘા જેહ ભાલાનો બતાવું કયાં વહાલાનો,

ખમ્યા તે કોરડા જયાં જયાં ગણાવું સોળ તે કયાં કયાં!-પ્રભુ.

પ્રભુ, મુજ કાજ વીંધાયું અરે નિર્દોષ તુજ હૈયું,

ગયાં પાપો બધાં મારાં વહાવી રક્તની ધારા! -પ્રભુ.

નજીક થઇ રે જનારા તું નજરમાં કંઇ નથી, આ શું,

રુદન ગીત દુઃખનું તારા, હૃદય ગાતું ફરે કયાં કયાં! -પ્રભુ

અનુપમ પ્રેમ કર્યો ત્રાતા જણાવું જગતમાં કયાં કયાં!

સહ્યાં તેં દુઃખ અતિ ઝાઝાં, વિગત વાંચુ બધી કયાં કયાં!-પ્રભુ