SA465
Jump to navigation
Jump to search
૧ | પ્રભુ તેં દુઃખ સહ્યાં શાં શાં કથું હું તેમને કયાં કયાં, જણાવું ધૈર્ય તુજકયાં કયાં, ગણાવું તુજ વિપત્ત કયાં કયાં!-પ્રભુ. |
૨ | જખમ પગ હાથના તારા બતાવું તહે કયાં,પ્યારા, “યહુદીનો જુઓ રાજા”, લખાવુ લેખ એ કયાં કયાં!-પ્રભુ. |
૩ | સખત શિર તાજ કાંટાનો બતાવું ક્યાં હું ત્રાતાનો, મધુર સુખ પર તમાચાનાં ,પડયાં ચાઠાં બતાવું કયાં! –પ્રભુ. |
૪ | વધો મુખ વેણ તું જે જે જણાવું ક્યાં જઈ તે તે, લીધા શિર પાપ પાપીનાં,ગવાડું ગીતમા કયા કયાં!-પ્રભુ, |
૫ | કઠિન ઘા જેહ ભાલાનો બતાવું કયાં વહાલાનો, ખમ્યા તે કોરડા જયાં જયાં ગણાવું સોળ તે કયાં કયાં!-પ્રભુ. |
૬ | પ્રભુ, મુજ કાજ વીંધાયું અરે નિર્દોષ તુજ હૈયું, ગયાં પાપો બધાં મારાં વહાવી રક્તની ધારા! -પ્રભુ. |
૭ | નજીક થઇ રે જનારા તું નજરમાં કંઇ નથી, આ શું, રુદન ગીત દુઃખનું તારા, હૃદય ગાતું ફરે કયાં કયાં! -પ્રભુ |
૮ | અનુપમ પ્રેમ કર્યો ત્રાતા જણાવું જગતમાં કયાં કયાં! સહ્યાં તેં દુઃખ અતિ ઝાઝાં, વિગત વાંચુ બધી કયાં કયાં!-પ્રભુ |