SA436

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA436)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્વર્ગનું સુખ તેં મૂકી દીધું, માનવ દુઃખ નિહાળી;

નભથી ભુલગ નીચો થઇને, છેક થયો તું ખાલી

ટેકઃ જય, જય, ખ્રિસ્ત દયામય સ્વામી.
તું ધનવાન છતાં નિરધન થઇ, આવ્યો આ જગમાંહી,

સ્વર્ગેભુવનનો રાજકુંવર તે, દીનપણાને ગ્રાહી -જય.

માતા મીરયમ પેટે જન્મી, માનવ દેહ તેં ધારી;

નમ્ર ગભાણે પોઢી વ્હાલા, કોમળ કાયા તારી,-જય.

આ જગ માહેં વાસ કરીને, જનહિત કાર્યો કીધાં;

અંધ, પંગા, ચંગા કીધાં, અંગ પરિશ્રમ લીધાં,-જય.

પ્રેમ દયાથી નિશદિન વરતી, શુભ ઉપદેશ જ દીધો;

તો પણ જગતે અંધ બનીને, નાથ ન માની લીધો,-જય.

મુજ પાપે બહુ પીડિત કીધો, વીંધયા અંગો તારાં;

ગાઉ નિરંતર તુજ ગુણ ગીતો,પરમપ્રિય પ્રભુ મારા,-જય.