SA423

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA423)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સાંભળો દુતો શું ગાતા હશે? કોની ખબર સંભળાવતા હશે?

કેવાં વાંજિત્ર વગાડતા હશે ? સાદ અવાજ મળીને.

જન્મ દેવના પુત્રે લીધો, જગને તારણનો આનંદ દીધો;

શેતાનનો પરાજય તેણે કીધો,માનવી દેહ ધરીને.

તેનું નામ ગાઇ ગાઇને લે છે, પાપીઓને સુસમાચાર દે છે;

મહિમા ઇસુનો કરે છે, વીણાઓ વગાડીને.

ઇસુ બાળને પગે લાગીએ, તેને સેવવા પાપને ત્યાગીએ;

પાપની ઊંઘથી હાલમાં જાગીએ, નવો જન્મ પામીને.