SA409

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA409)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઊઠ મારા આત્મા ઊઠ, ગુન્હાનો બીક કર દૂર;

ખ્રિસ્તના રકતનું અર્પણ, મજ માટે છે હજુર;
ઉભો જામીન રાજ્યાસન પાસ,
તેના હાથ પર છે મુજ નામ ખાસ.

સદા રે ‘ છે આકાશ,મજ વકીલાત કરવા;

ખંડણી ભરનાર પ્યાર ,ને રક્ત મુજ દાદ માગવા;
તેનું રક્ત પ્રાય:શ્ચિત સૌ કાજ,
તે છાંટે છે કૃપાસન આજ.

રક્તવર્ણો પાંચ ઘા જે,પડયા કાલવરીએ;

તેઓ પ્રાર્થ કરે છે મુજ કાજ દાદ માગે છે;
તે પોકારે, “તેને માફ કર,
ને ન મરે, તે પાપો નર”.

બાપ પ્રાર્થના સાંભળે છે, નિજ અભિષિક્તનો ખાસ;

તે પાછો ન કાઢે, નિજ પુત્રને નિરાશ;
રક્તને કાજે આત્મા કહે છે,
“ જન્માવ્યો છે દેવે મને”,

મુજ દેવ સાથ છે મિલાપ,માફોનો સૂણું નાદ;

હું પુત્ર તે મુજ બાપ, બોકનો ન મુજને બાધ;
વિશ્વાસથીઆવું, તેની પાસ,
“આબ્બા બાપ “પોકારું હુ દાસ.