SA368
ટેક - આવો, આવો રે, મારી સંગ, આ સત્ય વાટની માંય, સ્વર્ગે જતાં થશે ઉમંગ, ને સદા આનંદ થાય. | |
૧ | લાખો કરોડો બાળોને, મળ્યું છે મુકિતદાન; રે મન તમારાં આપોને, ઇસુ છે પ્રીતિવાન. |
૨ | ઈસુને ત્યાં છે જગ્યા બહુ, છે જગ્યા સૌને માટ; જ્યારથી ઇસુનું ખૂન વહ્યું, ત્યારથી ખુલ્લી છે વાટ. |
૩ | કબુલ કરું મજ પાપો સૌ,,આવીને ઇસુ પાસ; ને કરી ખરો પસ્તાવો, તે પર લાવીશ વિશ્વાસ. |
૪ | પ્રભુ તું મારો છે તારનાર, તું સાંભળે છે અરજી; કરે છે મારો અંગીકાર, પાપ મારાં માફ કરી. |