SA368

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - આવો, આવો રે, મારી સંગ, આ સત્ય વાટની માંય,

સ્વર્ગે જતાં થશે ઉમંગ, ને સદા આનંદ થાય.

લાખો કરોડો બાળોને, મળ્યું છે મુકિતદાન;

રે મન તમારાં આપોને, ઇસુ છે પ્રીતિવાન.

ઈસુને ત્યાં છે જગ્યા બહુ, છે જગ્યા સૌને માટ;

જ્યારથી ઇસુનું ખૂન વહ્યું, ત્યારથી ખુલ્લી છે વાટ.

કબુલ કરું મજ પાપો સૌ,,આવીને ઇસુ પાસ;

ને કરી ખરો પસ્તાવો, તે પર લાવીશ વિશ્વાસ.

પ્રભુ તું મારો છે તારનાર, તું સાંભળે છે અરજી;

કરે છે મારો અંગીકાર, પાપ મારાં માફ કરી.