SA364
૧ | ઇસુ નમ્ર, લીન, દયાળ, તારા બાળકને નિહાળ, મારી ભૂલને માફ કરજે, તારી પાસે આવવા દે. |
૨ | તારી પાસે આવવું છે, મારો પ્રાણ બચાવવાને, કૃપા કરી મને લે, તારા રાજમાં જગ્યા દે. |
૩ | તારો નમુનો ભાળું, તારા પગલામાં ચાલુ, તું છે નમ્ર, લીન, દયાળ તું પણ હતો નાનો બાળ. |
૪ | તારા જેવો હું થાઉં, તારી આજ્ઞાઓ પાળું, ઇસુ તું નમ્ર દયાળ, દે તું જેવું મન પ્રેમાળ. |
૫ | ત્યારે હું સ્તુતિ કરીશ, સૌ દિન તુંજ સેવક રહીશ, જેથી જગ સદા જોશે, કે બાળ ઇસુ મજમાં છે. |