SA364

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇસુ નમ્ર, લીન, દયાળ, તારા બાળકને નિહાળ,

મારી ભૂલને માફ કરજે, તારી પાસે આવવા દે.

તારી પાસે આવવું છે, મારો પ્રાણ બચાવવાને,

કૃપા કરી મને લે, તારા રાજમાં જગ્યા દે.

તારો નમુનો ભાળું, તારા પગલામાં ચાલુ,

તું છે નમ્ર, લીન, દયાળ તું પણ હતો નાનો બાળ.

તારા જેવો હું થાઉં, તારી આજ્ઞાઓ પાળું,

ઇસુ તું નમ્ર દયાળ, દે તું જેવું મન પ્રેમાળ.

ત્યારે હું સ્તુતિ કરીશ, સૌ દિન તુંજ સેવક રહીશ,

જેથી જગ સદા જોશે, કે બાળ ઇસુ મજમાં છે.