SA299

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA299)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ખ્રિસ્તને માટે કષ્ટ કરીને, તેની પાછળ ચાલીશું;

વધસ્તંભને નિત્ય ઊંચકી, તેની આજ્ઞા પાળીશું.

શેતાન સામે સ્થિર રહીને, સતનાં શસ્ત્રો સજીશું;

દેવને મન સંપૂર્ણ સોંપી, તેન અમે ભજીશું.

મુકિતની સુવાર્તા કહેવા, સદા તત્પર રહીશું,

સાક્ષી આપતાં ગીતો ગાતાં, દુ :ખ આવે તે સહીશું.

ખરો વિશ્વાસ ઢાલ સમાન છે, તેને આગળ ધરીશું;

ભૂંસના સૌ બળતા ભાલા, હોલવી તેને મારીશું.

ટોપ મુકિતનો માથે રાખી, જગમાં તે જણાવીશું;

હાથમાં સતની તરવાર લઇને, શત્રુને હરાવીશું.

નરકની સૌ સેના સામે, હામ ધરીને ધાઇશું,

નેકીનું બખ્તર પહેરીને, જીતવા આગળ જઇશું.

લાખો બંદીવાન થયા છે, તેઆને છોડાવીશું;

સહાય કરજે સર્વસમર્થ તારી પાસે લાવીશું.