SA299
Jump to navigation
Jump to search
ટેક - ખ્રિસ્તને માટે કષ્ટ કરીને, તેની પાછળ ચાલીશું; વધસ્તંભને નિત્ય ઊંચકી, તેની આજ્ઞા પાળીશું. | |
૧ | શેતાન સામે સ્થિર રહીને, સતનાં શસ્ત્રો સજીશું; દેવને મન સંપૂર્ણ સોંપી, તેન અમે ભજીશું. |
૨ | મુકિતની સુવાર્તા કહેવા, સદા તત્પર રહીશું, સાક્ષી આપતાં ગીતો ગાતાં, દુ :ખ આવે તે સહીશું. |
૩ | ખરો વિશ્વાસ ઢાલ સમાન છે, તેને આગળ ધરીશું; ભૂંસના સૌ બળતા ભાલા, હોલવી તેને મારીશું. |
૪ | ટોપ મુકિતનો માથે રાખી, જગમાં તે જણાવીશું; હાથમાં સતની તરવાર લઇને, શત્રુને હરાવીશું. |
૫ | નરકની સૌ સેના સામે, હામ ધરીને ધાઇશું, નેકીનું બખ્તર પહેરીને, જીતવા આગળ જઇશું. |
૬ | લાખો બંદીવાન થયા છે, તેઆને છોડાવીશું; સહાય કરજે સર્વસમર્થ તારી પાસે લાવીશું. |