SA282
૧ | "આશિષની વૃષ્ટિ થશે", વચન પ્રભુનું છે ખાસ; આનંદી વેળા આવશે, ત્રાતાથી અમો પાસ. |
૨ | “આશિષની વૃષ્ટિ થશે”, થવા સજીવન કાજ; સહુ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ. |
૩ | “ આશિષની વૃષ્ટિ થશે”, આવે અમારા પર; જેથી સુકાપણું જશે, વચન આ પૂરું કર. |
૪ | “આશિષની વૃષ્ટિ આવે”, અમારા પર અતુલ; જ્યારે તને નમી ભાવે કરીએ પાપો કબૂલ. |