SA282

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
"આશિષની વૃષ્ટિ થશે", વચન પ્રભુનું છે ખાસ;

આનંદી વેળા આવશે, ત્રાતાથી અમો પાસ.
ટેક : વૃષ્ટિ થશે, એની છે બહું જરૂર
છાંટાથી તૃપ્તિ નહિ થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર

“આશિષની વૃષ્ટિ થશે”, થવા સજીવન કાજ;

સહુ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ.

“ આશિષની વૃષ્ટિ થશે”, આવે અમારા પર;

જેથી સુકાપણું જશે, વચન આ પૂરું કર.

“આશિષની વૃષ્ટિ આવે”, અમારા પર અતુલ;

જ્યારે તને નમી ભાવે કરીએ પાપો કબૂલ.