SA258
૧ | દેવ, મને કહે કે હું બોલું ને તારો સાદ ઓળખે બીજા; જેમ તેં શોધી તેમ હું શોધું, તારી ભૂલી જનાર પ્રજા. |
૨ | દોરજે મને કે હું દોરું, પાપી લોકોને તારી ગમ; મને ખવડાવ કે હું આપું, ભુખ્યા લોકોને સ્વર્ગી અન્ન. |
૩ | પ્રભુ, તું મને શક્તિ આપ, કે ખડક પર રહીને સ્થિર; જેઓ દુઃખથી કરે વિલાપ, તેઓને આપી શકું ધીર. |
૪ | મને શિખવ કે હું શિખવું, તારી અતિ મૂલ્યવાન; હે પ્રભુ,જયારે હું બોલું, તેથી બદલાવજે ઘણાં મન. |
૫ | રે મને તુજ વિશ્રાંતિ આપ, કે બીજા ને હું શાંતિ દઉં; ને તારાં મીઠાં વચન આપ કે નિર્ગતને વેળાસર કહું. |
૬ | પ્રભુ, તુજ પૂર્ણતામાંથી, હૃદય મારું છેક જ ઉભરાય; સૂચવ વિચાર ને વાચા દે, કે સત સંદેશ મજથી કહેવાય. |
૭ | હે ખ્રિસ્ત તું મને વાપરજે, જયારે જયાં, ને જેમ તું ચા'ય; ને આ કામ બંધ રેશે ત્યારે, હું તુજ સાથે રહુ સદાય |