SA258

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
દેવ, મને કહે કે હું બોલું ને તારો સાદ ઓળખે બીજા;

જેમ તેં શોધી તેમ હું શોધું, તારી ભૂલી જનાર પ્રજા.

દોરજે મને કે હું દોરું, પાપી લોકોને તારી ગમ;

મને ખવડાવ કે હું આપું, ભુખ્યા લોકોને સ્વર્ગી અન્ન.

પ્રભુ, તું મને શક્તિ આપ, કે ખડક પર રહીને સ્થિર;

જેઓ દુઃખથી કરે વિલાપ, તેઓને આપી શકું ધીર.

મને શિખવ કે હું શિખવું, તારી અતિ મૂલ્યવાન;

હે પ્રભુ,જયારે હું બોલું, તેથી બદલાવજે ઘણાં મન.

રે મને તુજ વિશ્રાંતિ આપ, કે બીજા ને હું શાંતિ દઉં;

ને તારાં મીઠાં વચન આપ કે નિર્ગતને વેળાસર કહું.

પ્રભુ, તુજ પૂર્ણતામાંથી, હૃદય મારું છેક જ ઉભરાય;

સૂચવ વિચાર ને વાચા દે, કે સત સંદેશ મજથી કહેવાય.

હે ખ્રિસ્ત તું મને વાપરજે, જયારે જયાં, ને જેમ તું ચા'ય;

ને આ કામ બંધ રેશે ત્યારે, હું તુજ સાથે રહુ સદાય