SA249

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA249)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(રાગ - વઘસ્તંભને ઘારી જોતાં)
ઓ ખ્રિસ્તના દાસ શ્રમ કરતો રહે, હર્ષિત થા બાપની ઈચ્છામાં,

ગુરુએ પોતે કર્યું છે, તેમ કેમ ન કરે દાસ તેના ?

દિન છે ત્યાં લગ શ્રમ કરતો રહે, વહેલી પડશે પૃથ્વી પર રાત;

કામ જલ્દી કર, વિશ્રામ ન લે, કે મુકિત પામે હરેક જાત.

ઘોર અંઘકારમાં મરે છે લોક, મુકિત વિના લઇ છેલ્લો શ્વાસ;

મશાલ લઇ અંઘકારને રોક, આખા જગમાં ફેલાવ પ્રકાશ.

આનંદ સહિત શ્રમ કરતો રહે, પછી તને મળશે આરામ;

પ્રભુ પોતે "શાબાશ" કહેશે, તને આપી સ્વર્ગી ઇનામ.