SA249
Jump to navigation
Jump to search
(રાગ - વઘસ્તંભને ઘારી જોતાં) | |
૧ | ઓ ખ્રિસ્તના દાસ શ્રમ કરતો રહે, હર્ષિત થા બાપની ઈચ્છામાં, ગુરુએ પોતે કર્યું છે, તેમ કેમ ન કરે દાસ તેના ? |
૨ | દિન છે ત્યાં લગ શ્રમ કરતો રહે, વહેલી પડશે પૃથ્વી પર રાત; કામ જલ્દી કર, વિશ્રામ ન લે, કે મુકિત પામે હરેક જાત. |
૩ | ઘોર અંઘકારમાં મરે છે લોક, મુકિત વિના લઇ છેલ્લો શ્વાસ; મશાલ લઇ અંઘકારને રોક, આખા જગમાં ફેલાવ પ્રકાશ. |
૪ | આનંદ સહિત શ્રમ કરતો રહે, પછી તને મળશે આરામ; પ્રભુ પોતે "શાબાશ" કહેશે, તને આપી સ્વર્ગી ઇનામ. |