SA225

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA225)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રેમી ઇસુ મને, તારણ દીધુ, તેં;

પાપના બગાડ થકી, સાજો કીધો છે;
નિતનિત તને સેવિશ,ગમે તેવું થાય,
પછી તને સ્વર્ગમાં, હું ભજીશ સદાય.
ટેક- આખું મન સોંપું છું દર દહાડે જે થાય તે;
સદાકાળ સોંપુ છું, લોકોને તારવાને

બેથલે'મની ગભાણથી, તારી પાછળ હું,

દૂઃખ સંકટ વેઠીને,ચાલીશ હે પ્રભુ;
વધસ્તભંની વેદના, ખુશીથી સહીશ,
કેમકે તારી સંગ, સ્વર્ગમાં રહીશ.

મહેનત તથા યુદ્ધમાં, રહીશ વિશ્વાસુ,

ખુશીથી સૌ વેઠી,તેનો લાભ જાણું;
પાપનાં ગુલામોને, મુક્તિ પમાડવા,
મને હિમ્મત આપજે,હે મારા રાજા.

લોકો નાશ પામે છે, મને કરજે શુર,

તારી પ્રીત ને રોશની પામે સૌ ભરપુર;
જોરથી યુદ્ધ ચાલે છે,પડશે પાપનુંરાજ,
ત્યારે જગમાં તને, હું પહેરાવીશ, તાજ.