SA223
૧ | દિવ્ય પ્રેમ ઇસુથી વહે છે, જીવન જળ મફત, પુષ્કળ, અદ્ભુત પ્રેમ પાર વિના તે છે, સર્વ કાળથી વહેનાર જળ, |
૨ | નહિ સમજાય એવી મહા પ્રીતિ, દૂત નવ જાણે તેનો મર્મ, લાગે છે તે એવી રીતિ, કે પાપીને કરે નર્મ, |
૩ | પ્રેમ સૌ પાપને ક્ષમા કરનાર, કલકંથી દેનાર સફાઇ, પ્રેમ જે હદ સુધી છે ભરનાર, તો પણ કદી કમ ન થાય, |
૪ | છૂટો કરજે મારો આત્મા, તને જાણવા ચાહું છુ્, હે દેવ હું છું તારા સદા, જીવતો મરતો તારો છું, |