SA223

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
દિવ્ય પ્રેમ ઇસુથી વહે છે, જીવન જળ મફત, પુષ્કળ,

અદ્‌ભુત પ્રેમ પાર વિના તે છે, સર્વ કાળથી વહેનાર જળ,
અપાર સાગર, તુજ પર વિશ્વાસ છે અચળ.

નહિ સમજાય એવી મહા પ્રીતિ, દૂત નવ જાણે તેનો મર્મ,

લાગે છે તે એવી રીતિ, કે પાપીને કરે નર્મ,
ખ્રિસ્ત સમજાવજે, કેમ પળાય મુકિતનો ધર્મ.

પ્રેમ સૌ પાપને ક્ષમા કરનાર, કલકંથી દેનાર સફાઇ,

પ્રેમ જે હદ સુધી છે ભરનાર, તો પણ કદી કમ ન થાય,
મૂલવાન ઝરો ખ્રિસ્તના દિલથી વહેતો જાય.

છૂટો કરજે મારો આત્મા, તને જાણવા ચાહું છુ્,

હે દેવ હું છું તારા સદા, જીવતો મરતો તારો છું,
પ્રાર્થના એ છે, કે પ્રેમ તારો વધ પામું.