SA216
૧ | ત્રાતા મને તું તારે છે, હું તો કેવળ તારો છું; લોહી મને શુદ્વ કરે છે, ધન છે તારું નામ પ્રભું! |
૨ | મન મારું બહુ વાર તરફડયું પામવા આ મુલવાન શાંતિ; જયારે મેં મલયુદ્વ બધં કર્યુ, શાંતિ આવી વિશ્વાસથી. |
૩ | પળે પળ વિશ્વાસ રાખવાથી, લોહી થકી શુદ્વ રખાય; ઝરામાં વિશ્રાંતી પામી, ખ્રિસ્તમા વસુ છું સદાય. |
૪ | તુજ સેવામાં અપર્ણ થઇ, જીવું, મરું, તારે કાજ, સાફ મન વિષે આપીશ સાક્ષી, ને ફેલાવીશ તારું રાજ. |
૫ | હા, ઇસુ કાજ ઉભો થઇશ, તાર્યો છે તેં મજ આત્મા, પાપની ભ્રષ્ટતા દુર કરીને, મને શુદ્વ કર્યો મનમાં. |