SA216

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ત્રાતા મને તું તારે છે, હું તો કેવળ તારો છું;

લોહી મને શુદ્વ કરે છે, ધન છે તારું નામ પ્રભું!
ટેકઃ ધન છે ! ધનછે ! ખ્રિસ્ત તારે છે,ધન્ય હોજો ઇસુને!
લોહી મને શુદ્વ કરે છે, ધન્ય હોજો ઇસુને!

મન મારું બહુ વાર તરફડયું પામવા આ મુલવાન શાંતિ;

જયારે મેં મલયુદ્વ બધં કર્યુ, શાંતિ આવી વિશ્વાસથી.

પળે પળ વિશ્વાસ રાખવાથી, લોહી થકી શુદ્વ રખાય;

ઝરામાં વિશ્રાંતી પામી, ખ્રિસ્તમા વસુ છું સદાય.

તુજ સેવામાં અપર્ણ થઇ, જીવું, મરું, તારે કાજ,

સાફ મન વિષે આપીશ સાક્ષી, ને ફેલાવીશ તારું રાજ.

હા, ઇસુ કાજ ઉભો થઇશ, તાર્યો છે તેં મજ આત્મા,

પાપની ભ્રષ્ટતા દુર કરીને, મને શુદ્વ કર્યો મનમાં.