SA49

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA49)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - વેષ બદલે શું થયું ? પણ મન બદલવું જોઇએ.

એક બે વાતે નહિ પણ છેકજ બદલવું જોઇએ.

કુટેવ બદલે રૂડી રીતિ, વૈર બદલે સ0ુપ્રીતિ,

લેાભ લાલચ દૂર કરીને, છેક જ બદલવું જોઇએ,

જૂઠ બદલે સત્ય વાત, ગાળ બદલે આશીર્વાદ,

કપટ બદલે ખરાપણું, છેક જ બદલવું જોઇએ.

ઇસુ તમને તારી શકશે, મનનું બદલાણ તે કરશે,

તેનું માની હાલ તમારે, છેક જ બદલવું જોઇએ.