SA42

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA42)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

0 42

ટેક - જગત્રાતા તારણદાતા ઇસુ તારે છે રે,

જગત્રાતા તારણદાતા ઇસુ તારે છે.

ઊંચા નીચા, નાના મોટા, ભલા ભુંડા, ખરા ખોટા;

તે ભરે છે સૌના તોટા, ઇસુ તારે છે.

તે છે જગનું આદિકારણ તે છે મારો તરણ તારણ;

તે લઇ લે છે પાપનું ભારણ, ઇસુ તારે છે.

બધા પાપીઓને માટે, તારણ કર્યુ સ્તંભને વાટે;

માર્યો તે અમારે સાટે, ઇસુ તારે છે.

આવો, મારી ગમ તે કહે છે, મારી હાલત તે જુએ છે;

પાપનાં કલંક તે ધૂએ છે, ઇસુ તારે છે.