SA42
Jump to navigation
Jump to search
0 42
ટેક - જગત્રાતા તારણદાતા ઇસુ તારે છે રે, જગત્રાતા તારણદાતા ઇસુ તારે છે. | |
૧ | ઊંચા નીચા, નાના મોટા, ભલા ભુંડા, ખરા ખોટા; તે ભરે છે સૌના તોટા, ઇસુ તારે છે. |
૨ | તે છે જગનું આદિકારણ તે છે મારો તરણ તારણ; તે લઇ લે છે પાપનું ભારણ, ઇસુ તારે છે. |
૩ | બધા પાપીઓને માટે, તારણ કર્યુ સ્તંભને વાટે; માર્યો તે અમારે સાટે, ઇસુ તારે છે. |
૪ | આવો, મારી ગમ તે કહે છે, મારી હાલત તે જુએ છે; પાપનાં કલંક તે ધૂએ છે, ઇસુ તારે છે. |