SA35

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA35)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જેનું માફ થયું છે પાપ રે, વળી દૂર થયા જેના શાપ રે;

જેને પ્રેમ મળ્યો અમાપ પ્રભુની કૃપાને તે પામ્યો રે.

જેણે રાખ્યો તેનો વિશ્વાસ રે, તે તો થશે નહિ જ નિરાશ રે;

જેને સદા ૫ભુની આશ, પ્રભુની કૃપાને તે પામ્યો રે.

જેનું મનડું ૫ભુને ગમતું રે, દયા ધર્મમાં રહેતું રમતું રે;

અને ઇસુ ચરણમાં નમતું, પ્રભુની કૃપાને તે પામ્યો રે.

જેણે પીધો છે પ્રીતનો પ્યાલો રે, તેનો ફેરો પડે નહિ ઠાલો રે;

એવો માણસ પ્રભુને વ્હાલો, પ્રભુની કૃપાને તે પામ્યો રે.