SA35
Jump to navigation
Jump to search
૧ | જેનું માફ થયું છે પાપ રે, વળી દૂર થયા જેના શાપ રે; જેને પ્રેમ મળ્યો અમાપ પ્રભુની કૃપાને તે પામ્યો રે. |
૨ | જેણે રાખ્યો તેનો વિશ્વાસ રે, તે તો થશે નહિ જ નિરાશ રે; જેને સદા ૫ભુની આશ, પ્રભુની કૃપાને તે પામ્યો રે. |
૩ | જેનું મનડું ૫ભુને ગમતું રે, દયા ધર્મમાં રહેતું રમતું રે; અને ઇસુ ચરણમાં નમતું, પ્રભુની કૃપાને તે પામ્યો રે. |
૪ | જેણે પીધો છે પ્રીતનો પ્યાલો રે, તેનો ફેરો પડે નહિ ઠાલો રે; એવો માણસ પ્રભુને વ્હાલો, પ્રભુની કૃપાને તે પામ્યો રે. |