SA33

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA33)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ખ્રિસ્ત ખડક અને ગઢ કિલ્લો, માનવ સારૂ ઠરવેલો
છે સૈાનો તે સુખદાતા, અને સંત તણો છે ત્રાતા,

ખરો પ્રેમી, વળી રહેમી દયાએ ભરેલો - ખ્રિસ્ત.

સહુ આશ્રેા લે છે તેમાં, નથી કલંક લગારે જેમાં,

ખરું હું કહું, બચે છે સહુ, આ યુદ્ધે સજેલો - ખ્રિસ્ત.

છે પાળક સહુનો તે તો, પળે પળે સંભાળી લેતો;

ખરો તારો, ઇસુ મારો, સ્તંભે જડેલો - ખ્રિસ્ત.

જે આશ્રેા તેનો લે છે, તે સહિસલામત રહે છે,

નથી દુઃખમાં, સદા સુખમાં, ઇસુનો ચેલો -ખ્રિસ્ત.