SA33
Jump to navigation
Jump to search
ટેક - ખ્રિસ્ત ખડક અને ગઢ કિલ્લો, માનવ સારૂ ઠરવેલો | |
૧ | છે સૈાનો તે સુખદાતા, અને સંત તણો છે ત્રાતા, ખરો પ્રેમી, વળી રહેમી દયાએ ભરેલો - ખ્રિસ્ત. |
૨ | સહુ આશ્રેા લે છે તેમાં, નથી કલંક લગારે જેમાં, ખરું હું કહું, બચે છે સહુ, આ યુદ્ધે સજેલો - ખ્રિસ્ત. |
૩ | છે પાળક સહુનો તે તો, પળે પળે સંભાળી લેતો; ખરો તારો, ઇસુ મારો, સ્તંભે જડેલો - ખ્રિસ્ત. |
૪ | જે આશ્રેા તેનો લે છે, તે સહિસલામત રહે છે, નથી દુઃખમાં, સદા સુખમાં, ઇસુનો ચેલો -ખ્રિસ્ત. |