169

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૬૯ - તારનારનું સ્તોત્ર

૧૬૯ - તારનારનું સ્તોત્ર
ભુજંગી
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
અમોને હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું;
ઈસુ ખ્રિસ્ત, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો.
અમારે લીધે ખ્રિસ્ત ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો,
અમારા થયા દોષ સૌ દૂર એથી, મહા શાંતિ પામ્યાં અમે તો હવેથી.
અમો કાજ દેવે દયા પૂર્ણ કીધી, અને સ્વર્ગના વાસની આશ દીધી;
દઈ પુત્ર તેણે અમોને બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં.
થયો એ જ રીત ઈસુ ખ્રિસ્ત ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા;
અમોને ભરોસો સદા, ખ્રિસ્ત, તારો, કરારો કરેલા સદા પાળનારો.


Phonetic English

૧૬૯ - તારનારનું સ્તોત્ર
ભુજંગી
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
Amone હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું;
Isu Khrist, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો.
અમારે લીધે Khrist ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો,
અમારા થયા દોષ સૌ દૂર એથી, મહા શાંતિ પામ્યાં અમે તો હવેથી.
અમો કાજ દેવે દયા પૂર્ણ કીધી, અને સ્વર્ગના વાસની આશ દીધી;
દઈ પુત્ર તેણે amone બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં.
થયો એ જ રીત Isu Khrist ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા;
Amone ભરોસો સદા, Khrist, તારો, કરારો કરેલા સદા પાળનારો.