169
Jump to navigation
Jump to search
૧૬૯ - તારનારનું સ્તોત્ર
ભુજંગી | |
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | અમોને હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું; |
ઈસુ ખ્રિસ્ત, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો. | |
૨ | અમારે લીધે ખ્રિસ્ત ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો, |
અમારા થયા દોષ સૌ દૂર એથી, મહા શાંતિ પામ્યાં અમે તો હવેથી. | |
૩ | અમો કાજ દેવે દયા પૂર્ણ કીધી, અને સ્વર્ગના વાસની આશ દીધી; |
દઈ પુત્ર તેણે અમોને બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં. | |
૪ | થયો એ જ રીત ઈસુ ખ્રિસ્ત ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા; |
અમોને ભરોસો સદા, ખ્રિસ્ત, તારો, કરારો કરેલા સદા પાળનારો. |
Phonetic English
Bhujangi | |
Kartaa: | Thomaabhai Paathaabhai |
1 | Amone hatu naashmaa to javaanu, ane dusht shetaan saathe thavaanu; |
Isu Khrist, paapi tano taaranaaro, amaaro thayo te kharo paalanaaro. | |
2 | Amaare lidhe Khrist bhulok aavyo, ane taaravaani khari reet laavyo, |
Amaara thayaa dosh sau dur aethi, mahaa shanti paamyaa ame to havethi. | |
3 | Amo kaaj deve dayaa poorn kidhi, ane swargnaa vaasni aash didhi; |
Dai putra tene amone bachaavyaa, ane shuddh thaame rahevaa tharaavyaa. | |
4 | Thayo ae aj reet Isu Khrist traataa, thayo maanavino mahaa harshdaataa; |
Amone bharoso sadaa, Khrist, taaro, karaaro karelaa sadaa paalanaaro. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition & Sung By C.Vanveer